કાવ્યાલય

હુ ને મારી ગઝલ…

બે ય બેઠા રહ્યાં રાતભર, હુ ને મારી ગઝલ.
યાદ તને કરતા રહ્યાં રાતભર, હુ ને મારી ગઝલ.

તુ હસી હતી જે રીતે મને જોઈને,
એ વાત પર હસતા રહ્યાં રાતભર, હુ ને મારી ગઝલ.

ચાંદ પણ પુરેપુરા ખીલેલા મિજાજ મા હતો,
ચાંદની મા પલળતા રહ્યાં રાતભર, હુ ને મારી ગઝલ.

છેલ્લી વાર જયાં જોઇ હતી તને જતા,
એ રસ્તે ફરતા રહ્યાં રાતભર, હુ ને મારી ગઝલ.

તુ આવશે, નહીં આવે, આવશે, નહી આવે, આવશે,…
પાંદડીઓ તોડતા રહ્યાં રાતભર, હુ ને મારી ગઝલ.

કરી કરીને યાદ આ વાતો તારી,
દિલને પજવતા રહ્યાં રાતભર, હુ ને મારી ગઝલ.

-હાર્દિક મકવાણા(હાર્દ)

Leave a comment