કાવ્યાલય

પાછું ગયું…

કોઈ એટલે સુધી આવીને પાછું ગયું.
કે સાથે સાથે અસ્તિત્વ આખું ગયું.

માગજે હિસાબ તારા બંધ બારણા પાસે,
કોઈ કેટલી વાર આવી આવીને પાછું ગયુ?

ન પુછાઇ શકેલા એ પ્રશ્ન ને પૂછ,
કેટલી વાર હોઠ સુધી આવવાનું થયુ?

કોઈકે પાછું એ ગિત ગાયું.
આંખો થી ન રહેવાયું ગયું.

પાંજરા ને પૂછવાનો ય હક નહીં!
મનમોજીલું એક પંખી આવ્યુ, ગયુ.

કાયમ નો ત્યાં દુષ્કાળ થઇ ગયો,
આંખ નું આખરી આંસુ ગયુ.

-હાર્દિક મકવાણા(હાર્દ)

2 thoughts on “પાછું ગયું…

Leave a comment