કાવ્યાલય

કહેવા જેવી વાત…

અધૂરી એક કહેવા જેવી વાત રહી ગઇ.
બે મૌન વચ્ચે આખે આખી રાત વહી ગઇ.

હુ કોરે કોરો એને પલળતી જોઇ રહ્યો.
એક છોકરી મારા ભાગ નો વરસાદ લઈ ગઇ.

રોજ સાંજ પડે ને એ સાંજ સાંભરે.
જે સાંજ કાયમ માટે “યાદ” થઈ ગઇ.

મારી ગઝલ હવે પહેલા જેમ ગાતી નથી.
સાવ જ મૂંગી આપના ગયા બાદ થઈ ગઇ.

મે એવી તો ઉજવી આ બરબાદી ને કે,
લોકો કહે છે જીંદગી આબાદ થઈ ગઇ.

હજી યે સજાઓ વચ્ચે ફંફોસું છું.
ક્યાંક કોઈક ભુલ એકાદ થઈ ગઇ.

-હાર્દિક મકવાણા(હાર્દ)

Leave a comment